ઍરલાઇન અને ક્રૂ-મેમ્બરો વચ્ચે આખરે સમાધાન થઈ જતાં પ્રવાસીઓને થઈ રાહત : બે દિવસમાં ૧૭૦ ફ્લાઇટ થઈ રદ
પ્રતીકાત્મક તસવીર
તાતા ગ્રુપની ઍર ઇન્ડિયા એક્સપ્રેસના હડતાળિયા ક્રૂ-મેમ્બરોએ કામ પર પાછા ચડી જવાની તૈયારી બતાવતાં બુધવારથી શરૂ થયેલી અનિશ્ચિત હડતાળનો અંત આવ્યો હતો. ઍરલાઇને સસ્પેન્ડ કરેલા પચીસ ક્રૂ-મેમ્બરોને પાછા લઈ લેવાની તૈયારી બતાવ્યા બાદ સમાધાન થયું હતું. ક્રૂ-મેમ્બરોની શૉર્ટેજને કારણે ઍરલાઇનને મંગળવાર રાતથી બુધવાર સુધીમાં ૧૭૦ જેટલી ફ્લાઇટો રદ કરવી પડી હતી. એને કારણે ઍરલાઇનના પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાં ૩૦૦ જેટલા ક્રૂ-મેમ્બરોએ સામૂહિક સિક-લીવ લેતાં ઍરલાઇને તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની પ્રક્રિયા હાથ ધરીને પચીસ જેટલા ક્રૂ-મેમ્બરોને ઈમેઇલથી ટર્મિનેશન લેટર મોકલી દીધા હતા.