રવિવારે દુબઈ (Dubai)થી તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ(Air India Flight)માં લેન્ડિંગ દરમિયાન કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
રવિવારે દુબઈ (Dubai)થી તિરુવનંતપુરમ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ(Air India Flight)માં લેન્ડિંગ દરમિયાન કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પગલે ફ્લાઈટના પાઈલટે ATCનો સંપર્ક કર્યો હતો અને મદદ માંગી હતી.
ઉતરાણ સમયે અચાનક બનેલી આ સ્થિતિથી મુસાફરો ચોંકી ઉઠ્યા હતા. જો કે તેનું સુરક્ષિત ઉતરાણ કરવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે ફ્લાઈટમાં ઈમરજન્સી જેવું કંઈ નહોતું. જે સમયે આ ઘટના બની તે સમયે જહાજમાં 148 મુસાફરો સવાર હતા.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલોટે લેન્ડિંગ દરમિયાન કંઈક અસામાન્ય જોયું અને એટીસીની મદદ લીધી. આ પછી, પ્લેનને નિર્ધારિત સમયે સવારે 6.30 વાગ્યે લેન્ડ કરવામાં આવ્યું હતું. રનવે પર ઉતર્યા પછી IX 540 એર ઈન્ડિયા એક્સપ્રેસની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે એરક્રાફ્ટના આગળના વ્હીલ ટોપને દૂર કરવામાં આવ્યું હતું, એમ તેમણે ઉમેર્યું. આમાં ગંભીર સ્થિતિ જેવી કોઈ વાત નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.