Air India Cartridge: 27 ઓક્ટોબર, 2024ના રોજ દુબઈથી દિલ્હી ઉતર્યા બાદ ફ્લાઈટ AI916ના સીટ પોકેટમાંથી એક કારતૂસ સાંપડી હતી
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા ઘણા સમયથી આપણે વિવિધ ફ્લાઇટ્સમાં બોમ્બની ધમકીઓ (Air India Cartridge)ના સમાચાર સાંભળી રહ્યા છીએ. એ વચ્ચે હવે એર ઈન્ડિયાની ફ્લાઇટમાં કઈંક એવી વસ્તુ મળી આવી છે કે જેને જાણીને તમે પણ ચોંકી જશો.
તમને જણાવી દઈએ કે નવી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ દુબઈથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI916ના સીટ પોકેટમાંથી કારતુસ આવી હતી. આ રીતે કારતૂસ મળી આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT
તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે
એર ઈન્ડિયાની ફ્લાઇટ 27 ઓક્ટોબરે નવી દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. શંકાસ્પદ રીતે કારતૂસ મળી આવ્યા બાદ (Air India Cartridge) તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. કોઈ જ જાનહાનિ થઈ નથી.
૨૭ ઓક્ટોબરે બની હતી આ ઘટના
આ ઘટના (Air India Cartridge) વિશે જે અહેવાલો સામે આવી રહ્યા છે તે મુજબ 27 ઓક્ટોબર, 2024ના રોજ દુબઈથી દિલ્હી ઉતર્યા બાદ ફ્લાઈટ AI916ના સીટ પોકેટમાંથી એક કારતૂસ સાંપડી હતી. જો કે તમામ મુસાફરો વિમાનમાંથી સુરક્ષિત રીતે ઉતરી ગયા હતા. મામલાને ગંભીરતાથી લઈને એર ઈન્ડિયાએ તાત્કાલિક એરપોર્ટ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
એરપોર્ટ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે. તે દિવસે આ સીટ પર કોણ બેઠું હતું તેની તપાસમાં પોલીસ વ્યસ્ત છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવા છતાં જીવંત કારતૂસ ફ્લાઇટની અંદર કેવી રીતે પહોંચી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અનેક ફ્લાઇટ્સને મળી બોમ્બની ધમકી- આરોપીની અટકાયત કરાઇ
છેલ્લા કેટલાક સમયથી અનેક ભારતીય વિમાનો અને રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ મુદ્દે એક આરોપી જગદીશ ઉઇકેની પોલીસ દ્વારા અટકાયત પણ કરી લેવામાં આવી છે. ગયા મહિનાની જો વાત કરવામાં આવે તો તબ્બલ 300 જેટલી ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ આપવામાં આવી છે. આ જે બધી ધમકીઓ હતી તે મોટાભાગે સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. ઈન્ડિગો, વિસ્તારા અને સ્પાઈસ જેટની સાત-સાત ફ્લાઈટ અને એર ઈન્ડિયાની છ ફ્લાઈટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી.
સરકાર પણ લઈ રહી છે પગલાં
Air India Cartridge: વિવિધ ફ્લાઇટ્સને જ્યારે આ રીતે ધમકીઓ મળી રહી છે ત્યારે ભારત સરકારે પણ પગલાં લેવાના શરૂ કર્યા છે. સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `મેટા` અને `એક્સ`ને એરલાઇન્સ સાથે બોમ્બ ધમકી સંદેશાઓ વિશે ડેટા શેર કરવા કહ્યું હતું અને આ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં.