કોલકાતામાં શનિવારે 27 વર્ષની એર હોસ્ટેસે આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમયથી નોકરી ન મળવાના કારણે યુવતી ડિપ્રેશનમાં જતી રહી હતી.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
કોલકાતામાં શનિવારે 27 વર્ષની એર હોસ્ટેસે આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમયથી નોકરી ન મળવાના કારણે યુવતી ડિપ્રેશનમાં જતી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીએ બિલ્ડીંગના ચોથા માળેથી છલાંગ લગાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેણી બિલ્ડિંગની સામેના રસ્તા પર પડી હતી અને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેણીને એસએસકેએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું હતું.
મૃતકની ઓળખ કોલકાતાના પ્રગતિ મેદાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની મેટ્રોપોલિટન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસી દેબોપ્રિયા બિસ્વાસ તરીકે થઈ છે. હોસ્પિટલના સત્તાવાળાઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી જે બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે શનિવારે સાંજે લગભગ 4:00 વાગ્યે તેણે તેની બહેન રહેતી ચાર માળની ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: દેવું ખૂબ જ વધી ગયું છે, હવે અમારી પાસે બીજો કોઈ ઑપ્શન રહ્યો નથી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન પીડિતાના પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષથી નિયમિત કામ ન મળવાને કારણે તે લાંબા સમયથી ડિપ્રેશન અને માનસિક સમસ્યાઓથી પીડાતી હતી. તેમણે કહ્યું કે કોલકાતાના પ્રગતિ મેદાન પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.