UP પછી ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ સપા-બસપાનું ગઠબંધન
ફાઇલ ફોટો
લોકસભા ચૂંટણી 2019માં ઉત્તરપ્રદેશમાં ગઠબંધનની સાથે સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજ પાર્ટી એક ડગલું વધુ આગળ વધી છે. બંને પાર્ટીઓ ક્યારેક ઉત્તરપ્રદેશનું અંગ રહેલા ઉત્તરાખંડ તેમજ મધ્યપ્રદેશમાં પણ સાથે લોકસભા ચૂંટણી લડશે.
બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ઉત્તરાખંડમાં પણ ગઠબંધન કર્યું છે. તે હેઠળ ત્યાંની પાંચ સીટ્સ પર વહેંચણી પણ થઈ ગઈ છે. ત્યાં સમાજવાદી પાર્ટી એક સીટ પર લડશે જ્યારે બસપા ચાર લોકસભા સીટ પર પોતાના ઉમેદવારો ઉતારશે. સમાજવાદી પાર્ટી અહીંયા પૌઢી ગઢવાલમાં પોતાનો લોકસભા ઉમેદવાર ઉતારશે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી ત્રણ સીટ પર પોતાના ઉમેદવારો ઉતારશે. બસપા બાકીની તમામ 26 સીટ્સ પર લોકસભામાં પોતાના ઉમેદવારો ઉતારશે.
આ પણ વાંચો: સંસદીય સમિતિનું ટ્વિટરને ફરમાન, ભારતની ચૂંટણીમાં બહારની દખલ નહીં
મધ્યપ્રદેશમાં સપા ટીકમગઢ, બાલાઘાટ અને ખુજરાહોમાં પોતાના ઉમેદવારો ઉતારશે. ઉત્તરપ્રદેશની 80 સીટ્સમાં બસપા 38 અને સપા 37 સીટ્સ પર પોતાના ઉમેદવારો ઉતારવા માટે સંમત છે. ગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળને પણ 3 સીટ્સ આપવામાં આવી છે. કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધન કોઈ ઉમેદવારને ઊભો નહીં રાખે.