એર ઈન્ડિયા(Air India)ની ફ્લાઈટમાં પી ઘટના (Air India Pee Incident)બાદ હવે એક એરલાઈન કંપની એક વધુ વિવાદમાં સપડાય છે. હવે મહિલા યાત્રીના ભોજનમાં પથ્થર નિકળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
એર ઈન્ડિયા(Air India)ની ફ્લાઈટમાં પી ઘટના (Air India Pee Incident)બાદ હવે એક એરલાઈન કંપની એક વધુ વિવાદમાં સપડાય છે. 8 જાન્યુઆરીએ એક મહિલાએ ટ્વિટર (Twitter)પર જાણકારી શેર કરતાં કહ્યું કે એર ઈન્ડિયાના વિમાનમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી પથ્થર નિકળ્યો(Stone found in flight meal)હતો.
એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા મહિલા સાથે આ ઘટના બની હતી. સોશિયલ મીડિયા પર ભોજનની તસવીરો પણ વાયરલ થઈ છે. જેમાં ભોજનમાંથી કાંકરો નિકળેલો સ્પષ્ટ જોવા મળે છે. જો કે, આ મામલે એર ઈન્ડિયા તરફથી એક નિવેદન સામે આવ્યું છે. ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન ભોજનમાંથી પથ્થર નિકળવાની ફરિયાદ પર તેમણે કહ્યું કે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. કૅટરર સામે કડક કાર્યવાહીનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
તાજેતરના દિવસોમાં, ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં ગેરવર્તણૂકની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. આ બાબતોને ગંભીરતાથી લઈને ડીજીસીએએ એર ઈન્ડિયાને પણ ઠપકો આપ્યો હતો અને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ડીજીસીએએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી.
આ પણ વાંચો:Air India: કયારેક સાપ તો ક્યારેક પેશાબની ઘટના...અને હવે ઈમરજન્સી લેન્ડિંગ
આ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત એક મુસાફરે મહિલા સહયાત્રી પર પેશાબ કર્યો હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચી હતી. જોકે બાદમાં આ કાંડ કરનાર મુસાફરને પોલીસે ઝડપ્યો હતો અને તેના પર કાર્યવાહી કરી છે.