કર્ણપ્રયાગના ઉપર બઝાર વૉર્ડના ૩૦ પરિવારો પણ એવી જ ભયાનક સ્થિતિમાં મુકાયા છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ચમોલીઃ જમીનમાં ધસી રહેલા જોશીમઠ પર સૌની નજર છે ત્યારે ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં પણ એવી જ સમસ્યા સર્જાઈ છે. કર્ણપ્રયાગના બહુગુણાનગરમાં લગભગ ૫૦ મકાનોમાં તિરાડ પડી છે અને જુદી-જુદી જગ્યાએ ભેખડો પણ ધસી ગઈ છે. લોકલ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ મામલે મદદ માટે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની સરકારને વિનંતી કરી છે.
બહુગુણાનગરના અનેક પરિવારોએ તેમનાં ઘર છોડીને અન્ય વિસ્તારોમાં રહેતા તેમનાં રિલેટિવ્સને ત્યાં આશરો લીધો છે. કર્ણપ્રયાગના ઉપર બઝાર વૉર્ડના ૩૦ પરિવારો પણ એવી જ ભયાનક સ્થિતિમાં મુકાયા છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે.
ADVERTISEMENT
સિતારગંજના વિધાનસભ્ય સૌરભ બહુગુણાએ જણાવ્યું હતું કે ‘જોશીમઠની આસપાસનાં ગામોમાં પણ એ જ રીતે જમીન ધસવાની સ્થિતિ છે. જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.’