કર્ણાટકમાં મંગળવારે રાતે એક નૉન-એસી સ્લીપર બસમાં એક મહિલાની સીટ પર પેશાબ કર્યો. કર્ણાટકમાં મંગળવારે રાતે એક નૉન-એસી સ્લીપર બસમાં એક મહિલા યાત્રીની સીટ પર 32 વર્ષીય વ્યક્તિએ કહેવાતી રીતે પેશાબ કર્યો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
થોડાંક દિવસો પહેલા જ હજી તો ઍર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં નશાની હાલતમાં એક શખ્સે વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો, જેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. ઍર ઈન્ડિયાની ન્યૂયૉર્ક-નવી દિલ્હી ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા સહ-યાત્રી પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રા નામના શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન, હવે કર્ણાટકથી એક એવી જ ઘટના સામે આવી છે, જ્યાં એક બસમાં એક શક્સે એક મહિલાની સીટ પર પેશાબ કર્યો છે. કર્ણાટકમાં મંગળવારે રાતે એક નૉન-એસી સ્લીપર બસમાં એક મહિલાની સીટ પર પેશાબ કર્યો. કર્ણાટકમાં મંગળવારે રાતે એક નૉન-એસી સ્લીપર બસમાં એક મહિલા યાત્રીની સીટ પર 32 વર્ષીય વ્યક્તિએ કહેવાતી રીતે પેશાબ કર્યો.
પોલીસે જણાવ્યું કે આરોપી શખ્સ નશામાં હતો. રિપૉર્ટ્સ પ્રમાણે, આ ઘટના કર્ણાટક રાજ્ય રોડ પરિવહન નિગમ (KSRTC)ની બસમાં થઈ. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પ્રમાણે, આ ઘટના તે સમયે થઈ, જ્યારે કર્ણાટકના હુબલી જિલ્લાના કિરેસુરૂ ઢાબાની નજીક બસને ડિનર માટે અટકાવવામાં આવી હતી. તે સમયે નશામાં ધૂત વ્યક્તિએ મહિલાની સીટ પર પેશાબ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે બસ વિજયપુરાથી મેંગલોર જઈ રહી હતી.
ADVERTISEMENT
જ્યારે ઢાબા પર જમવા માટે બધા નીચે ઉતર્યા તો એક 32 વર્ષના માણસે 20 વર્ષની છોકરીની રિઝર્વ્ડ સીટ પર પેશાબ કરી દીધો. આરોપીએ ખૂબ જ નશો કર્યો હતો, જ્યારે તેણે મહિલાની સીટ પર પેશાબ કર્યું. રાતનું જમીને પાછી આવેલી છોકરીએ પોતાની સીટ નજીક તેને પેશાબ કરતો જોયો તો ડ્રાઈવર અને કન્ડક્ટર સાથે વાત કરી.
તે વ્યક્તિએ કહેવાતી રીતે સહ-પ્રવાસીઓ અને બસ ચાલક દળ સાથે પણ દુર્વ્યવહાર કર્યો. ત્યાર બાદ તેને બસમાંથી ઉતારી દેવામાં આવ્યો. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ જણાવ્યું કે અત્યાર સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
KSRTCનું નિવેદન
KSRTCના એક અધિકારીએ જણાવ્યું, "જેવી તેણે રાડ નાખી, સહ-પ્રવાસી અને બસ ચાલક દળ તેની મદદ માટે દોડ્યા અને યુવક સામે નડ્યા, જે નશાની હાલતમાં હતો. તેણે સહ-પ્રવાસીઓ અને બસ ચાલક દળ સાથે પણ દુર્વ્યવહાર કર્યો. પ્રવાસીઓએ ચાલક દળને તેને ઉતારવા માટે મજબૂર કર્યો, કારણકે મહિલા પ્રવાસીએ ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી, આથી ચાલક દળે યાત્રા ચાલુ રાખી"
આરોપી વિશે એક સહ-પ્રાસીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું, "તેણે કહ્યું કે તે એક મેકેનિકલ ઇન્જીનિયર છે અને વિજયપુરાથી મંગલુરુનો પ્રવાસ કરી રહ્યો હતો." એકક અન્ય પ્રવાસીએ કહ્યું, "બસ ચાલક દળે બેગ અને સીટને તરત સાફ કરી અને મહિલા પ્રવાસીની સુરક્ષાની ચોકસાઈ કરી, જે ઘટના બાદ આઘાતમાં હતી."
આ પણ વાંચો : Video : ...અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડ્યો દેશનો મહાઠગ સુકેશ ચંદ્રશેખર
KSRTC મંગલુરુના એક વરિષ્ઠ અધિકારીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ જણાવ્યું કે તેમને આ ઘટનાની માહિતી આપવામાં આવી. તેમણએ કહ્યું કે, "કારણકે મહિલા યાત્રીએ અમને કે પોલીસને ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી, આથી ચાલક દળે યાત્રા ચાલુ રાખી."