સુનીતા વિલિયમ્સના જવાબે ભારતીયોનાં દિલ જીતી લીધાં
સુનીતા વિલિયમ્સ
અંતરિક્ષથી ભારત કેવું દેખાય છે? જ્યારે આજથી ચાર દાયકા પહેલાં રાકેશ શર્માએ તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને સવાલ પૂછ્યો હતો ત્યારે તેમણે જવાબમાં મોહમ્મદ ઇકબાલની લાઇન ‘સારે જહાં સે અચ્છા’ કહ્યું હતું. હવે ભારતીય મૂળનાં અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સને ૨૮૬ દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ આ પ્રશ્ન કરવામાં આવ્યો છે ત્યારે તેમણે જવાબ આપ્યો ‘અદ્ભુત, એકદમ અદ્ભુત, ભારત અદ્ભુત છે. જ્યારે પણ હિમાલય પરથી પસાર થયાં ત્યારે મારા સાથીએ અવિશ્વસનીય તસવીરો ખેંચી હતી.’
સુનીતા વિલિયમ્સ અને સાથીઓએ ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનથી પાછા ફર્યા બાદ સોમવારે ૩૧ માર્ચે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અંતરિક્ષથી ભારત વિશેના નઝારા વિશે વાત કરી હતી.

