બૉમ્બે સ્ટૉક એક્સચેંજ (BSE)ના આંકડાઓ પ્રમાણે પૂનાવાએ પેનેસિયાના 31,57,034 શૅરને 373.85 રૂપિયા પ્રતિ શૅરના ભાવે વેચી દીધા જેથી તેમને કુલ 118.02 કરોડ રૂપિયા મળ્યા.
અદાર પૂનાવાલા (ફાઇલ ફોટો)
સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ના સીઇઓ અદાર પૂનાવાલાએ પેનેસિયા બાયોટૅક (Panacea Biotec)માં પોતાની બધી 5.15 ટકા ભાગીદારી 118 કરોડ રૂપિયામાં વેચી દીધી. પૂનાવાલાએ ઓપન માર્કેટમાં કરવામાં આવેલી ડીલ હેઠળ આ શૅર વેચ્યા.
કોણે ખરીદ્યા શૅર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના ડીલવાળા આંકડાઓ પ્રમાણે પૂનાવાલાએ પેનેસિયાના પોતાના વ્યક્તિગત ખાતાવાળા 31,57,034 શૅરને 373.85 રૂપિયા પ્રતિ શૅરના ભાવે સોમવારે વેચી દીધા જેથી તેમને કુલ 118.02 કરોડ રૂપિયા મળ્યા. આ શૅરને આ જ ભાવમાં એક જુદી ડીલમાં પૂનાવાલાની જ કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)એ ખરીદ્યા.
ADVERTISEMENT
પેનેસિયાને માર્ચ 2021ના શૅર હૉલ્ડિંગ આંકડાઓ પ્રમાણે પૂનાવાલા અને એસઆઇઆઇ કંપનીમાં ક્રમશઃ 5.15 ટકા અને 4.98 ટકા ભાગીદારી સાથે સાર્વજનિક શૅરધારક હતા. સોમવારે પેનેસિયા બાયોટૅકના શૅર 384.9 રૂપિયાના ભાવે બંધ થયા. પેનેસિયા બાયોટૅક અને પ્રકારની દવાઓ અને વેક્સીનનું ઉત્પાદન કરે છે. આની સ્થાપના 1984માં થઈ હતી અને આ 1995માં પેનેસિયા બાયોટૅક લિમિટેડના નામે લિસ્ટિંગ થઈ હતી.
લંડનમાં રહે છે પૂનાવાલા
ન્યૂઝ એજન્સી પીટીઆઇ પ્રમાણે અદાર પૂનાવાલા હાલ લંડનમાં રહે છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ભારતમાં ઑક્સફર્ડ/ એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સીન કોવિશીલ્ડ (Covishield)નું ઉત્પાદન કરી રહી છે. લંડન જતા પહેલા પૂનાવાલાએ ખૂબ જ ગંભીર આરોપ મૂકતા કહ્યું હતું કે વેક્સીનને લઈને કેટલાય જાણીતા લોકો તેમને ધમકી આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે આ દબાણને કારમે તે પોતાની પત્ની અને બાળકો સાથે લંડન આવી ગયા છે. ભારત સરકારના અધિકારીઓ પ્રમાણે પૂનાવાલાને સંભવ જોખમોને જોતા સુરક્ષા આપવામાં આવી હતી.

