Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અદાણી મામલે સંસદમાં ભારે હંગામો

અદાણી મામલે સંસદમાં ભારે હંગામો

Published : 07 February, 2023 11:17 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૃહમાં ચર્ચાની તેમ જ જેપીસી બનાવવાની વિપક્ષોએ કરી માગ

સંસદના પરિસરની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહેલા વિપક્ષી સંસદસભ્યો.

સંસદના પરિસરની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહેલા વિપક્ષી સંસદસભ્યો.


નવી દિલ્હી : અદાણી મામલે સતત ત્રીજા દિવસે સંસદનાં બન્ને ગૃહોની કાર્યવાહી ઠપ રહી હતી. વિપક્ષોએ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માગ અને ગૃહમાં આ મામલે ચર્ચાની માગણી કરી હતી. તો સત્તા પક્ષ પહેલાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાની માગ કરી છે. પરિણામે સમગ્ર વિપક્ષે સંસદની અંદર તો હંગામો કર્યો. વળી સંસદ પરિસરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ પણ સામૂહિક પ્રદર્શન કર્યું. કૉન્ગ્રેસ આ લડાઈને સંસદના અંદર અને બહાર બન્ને સ્તર પર લડતી દેખાઈ હતી. પક્ષે દેશભરની એલઆઇસી અને એસબીઆઇની ઑફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. 


અદાણી મામલે હિંડનબર્ગની રિપોર્ટ વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર માટે મુસીબત બનતી દેખાય છે. બજેટસત્રને એક સપ્તાહ થઈ ગયું હોવા છતાં બજેટ રજૂ થવા ઉપરાંત કંઈ જ થયું નથી. વિપક્ષે અદાણી મામલે સરકારને ચારે તરફથી ઘેરો ઘાલ્યો છે. ગઈ કાલે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ બન્ને ગૃહોમાં ભારે હંગામો થયો તેથી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. એ પહેલાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં સામૂહિક રણનીતિ બનાવવા માટે બેઠક આયોજિત કરવામાં આવી હતી. ત્યાર બાદ વિપક્ષે ગાંધીની પ્રતિમાની સામે ​પ્રદર્શન કર્યું હતું. 



વિપક્ષ તમામ કામ રોકીને અદાણી મામલે ચર્ચાની માગ કરી રહ્યો છે. વડા પ્રધાન આ મામલે જવાબ આપે. કૉન્ગ્રેસે અદાણીના મુદ્દાને દેશવ્યાપી કરવા માટે રણનીતિ બનાવી છે. એક તરફ સંસદને વિપક્ષોની સાથે ગજવી રહી છે તો બીજી તરફ દેશભરમાં એલઆઇસી અને એસબીઆઇની ઑફિસોની બહાર ધરણા અને પ્રદર્શન કરી રહી છે. પાર્ટીના મતે એવું કોઈ ઘર નહીં હોય જેણે એલઆઇસીમાં રોકાણ કર્યું નહીં હોય. એવી હાલતમાં પાર્ટીને એનું રાજકીય વળતર મળે એવી આશા છે. 


વડા પ્રધાન મોદી અદાણી પર ચર્ચા નહીં કરે : રાહુલ ગાંધી 

કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું હતું કે સંસદમાં અદાણી મામલે ચર્ચા ન થાય એના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બનતા પ્રયત્નો કરશે. એનું એક કારણ છે જે તમે જાણો છો. હું ઇચ્છું છું કે અદાણી મામલે ચર્ચા થવી જોઈએ તેમ જ સત્ય બહાર આવવું જોઈએ. લાખો અને કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવવો જોઈએ. દેશને ખબર પડવી જોઈએ કે અદાણી પાછળ કોની તાકાત છે. ઘણાં વર્ષોથી હું સરકાર મામલે હમ દો હમારે દોની વાત કરુ છું. સરકાર નથી ઇચ્છતી કે સંસદમાં આની ચર્ચા થાય. તેથી બચવાના તમામ પ્રયત્નો કરશે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 11:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK