Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિંડનબર્ગના રિપોર્ટની તપાસ માટે માગણી કરતી અરજી પર આજે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત

હિંડનબર્ગના રિપોર્ટની તપાસ માટે માગણી કરતી અરજી પર આજે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત

Published : 10 February, 2023 10:02 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીની વિરુદ્ધ અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક


નવી દિલ્હી (પી.ટી.આઇ.) : હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળની એક કમિટીની રચના કરવા કેન્દ્ર સરકારને આદેશ આપવાની માગણી કરતી એક અરજી પર આજે સુનાવણી હાથ ધરવા માટે સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીની વિરુદ્ધ અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. 
અરજી કરનારા ઍડ્વોકેટ વિશાલ તિવારીએ ગઈ કાલે ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલાને તાત્કાલિક લિસ્ટિંગ કરવાની માગણી કરી હતી. 


તિવારીએ બેન્ચને જણાવ્યું હતું કે ‘આ મુદ્દે દાખલ કરવામાં આવેલી અન્ય એક અરજી આજે સુનાવણી માટે લિસ્ટેડ છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે દેશની છબિને નુકસાન પહોંચ્યું છે અને ખૂબ જ મોટું નુ​કસાન થયું છે.’ 



આ જાહેર જનહિતની અરજીમાં તિવારીએ જાયન્ટ કૉર્પોરેટ્સને આપવામાં આવતી ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમની લોન માટે મંજૂરીની પૉલિસી પર દેખરેખ માટે એક વિશેષ સમિતિની રચના કરવાની પણ માગણી કરવામાં આવી છે. 


ગયા અઠવાડિયામાં ઍડ્વોકેટ એમ. એલ. શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં નિર્દોષ રોકાણકારોના શોષણ તેમ જ માર્કેટમાં અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં કૃ​ત્રિમ રીતે કડાકો બોલાવા બદલ અમેરિકા સ્થિત ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચના શૉર્ટ-સેલર નાથન એન્ડરસન તેમ જ ભારત અને અમેરિકામાં તેના સાથીઓની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2023 10:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK