ગોપાલ ઇટાલિયા અથવા ઈશુદાન ગઢવી સીએમપદ માટે ફ્રન્ટ રનર હોવાનું મનાઈ રહ્યું છે
અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી ઃ ગુજરાતમાં કૉન્ગ્રેસ અત્યારે લો-પ્રોફાઇલ થઈ ગઈ હોવાનું જણાય છે જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી આક્રમક અંદાજમાં આગળ વધી રહી છે. આપ આજે ગુજરાતમાં સીએમપદ માટે એનો ઉમેદવાર જાહેર કરશે. રાજ્યમાં પાર્ટીના મહાસચિવ મનોજ સોરઠિયાએ કહ્યું કે ‘ગઈ કાલે તારીખો જાહેર થઈ ગઈ છે. પબ્લિક ઓપિનિયનના આધારે આમ આદમી પાર્ટીએ એના
સીએમપદ માટેના ઉમેદવારની પસંદગી કરી છે, જેની આજે જાહેરાત કરવામાં આવશે.’
ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના બૉસ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાર્ટીના સીએમના ચહેરાની પસંદગી માટે ગુજરાતમાં એક કૅમ્પેન લૉન્ચ કર્યું હતું. પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં પંજાબની ચૂંટણીમાં આ જ પ્રકારનું કૅમ્પેન શરૂ કર્યું હતું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અથવા ઈશુદાન ગઢવી સીએમપદ માટે સંભવિત ચહેરો હોવાનું મનાઈ રહ્યું છે.
નોંધપાત્ર છે કે ઇટાલિયા તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ વિવાદોમાં હતા.