Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પોતાની જ પિસ્ટલમાંથી છૂટેલી ગોળી વાગી, પંજાબમાં AAPના વિધાનસભ્ય ગુરપ્રીત બસ્સીનું મોત

પોતાની જ પિસ્ટલમાંથી છૂટેલી ગોળી વાગી, પંજાબમાં AAPના વિધાનસભ્ય ગુરપ્રીત બસ્સીનું મોત

Published : 12 January, 2025 12:54 PM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિસ્ટલ સાફ કરતા હતા ત્યારે અકસ્માતે ગોળી માથામાં વાગી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પંજાબના લુધિયાણા-વેસ્ટ બેઠકના આમ આદમી પાર્ટી (AAP)ના ૫૮ વર્ષના વિધાનસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે પિસ્ટલ સાફ કરતી વખતે ગોળી માથામાં વાગતાં મૃત્યુ થયું હતું. તેઓ રૂમમાં એકલા હતા અને પિસ્ટલ સાફ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના માથામાં ગોળી વાગી હતી. તેમને દયાનંદ મેડિકલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા.


આ ઘટના સંદર્ભે લુધિયાણાના ડેપ્યુટી પોલીસ-કમિશનર જસકરણ સિંહ તેજાએ કહ્યું હતું કે ‘ઘરના લોકોના કહેવા મુજબ ગુરપ્રીત ગોગીને ખુદને પિસ્તોલ સાફ કરતાં ગોળી વાગી હતી અને તેમને હૉસ્પિટલમાં લઈ જવાતાં ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા. આ કેસમાં તપાસ કરવામાં આવશે. શુક્રવારે તેમના ઘરમાં ગોળી છૂટવાનો અવાજ આવતાં પરિવારજનો તેમની રૂમમાં ગયા હતા અને તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.’



ગઈ કાલે ગુરપ્રીત ગોગી બસ્સીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓ લુધિયાણા-વેસ્ટ વિધાનસભા બેઠકના વિધાનસભ્ય હતા અને ૨૦૨૨માં AAPમાં જોડાયા હતા. તેમણે બે વારના વિધાનસભ્ય ભરત ભૂષણ આશુને પરાજિત કર્યા હતા. તેમનાં પત્ની સુખચૈન કૌર ગોગી પણ લુધિયાણા સુધરાઈની ચૂંટણીમાં ઊભાં રહ્યાં હતાં પણ પરાજિત થયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2025 12:54 PM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK