૯૦ ટકા દાઝી ગયો છે અને તેની પરિસ્થિતિ નાજુક છે
સંસદભવન
રાજધાની દિલ્હીમાં ગઈ કાલે નવા સંસદભવન પાસે રેલવેભવન નજીક ઉત્તર પ્રદેશના બાગપતના વતની અને આશરે ૩૦થી ૩૫ વર્ષના જિતેન્દ્ર નામના યુવાને બપોરે ૩.૩૦ વાગ્યે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તેને બચાવવા માટે દિલ્હી ફાયર સર્વિસે એક ફાયર ટેન્ડર મોકલીને એનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સંસદભવન નજીક તહેનાત સિક્યૉરિટી ગાર્ડોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ‘જિતેન્દ્રએ પાર્કમાં પોતાને આગ ચાંપીને સંસદભવનના મુખ્ય ગેટ તરફ દોટ મૂકી હતી. તેણે પેટ્રોલ જેવું પ્રવાહી પોતાના પર છાંટ્યું હોવાની આશંકા છે. તે ૯૦ ટકા દાઝી ગયો છે અને તેની પરિસ્થિતિ નાજુક છે. ૨૦૨૧માં તેની સામે એક કેસ નોંધાયો હતો એને કારણે તે પરેશાન હતો. તેની પાસેથી કોઈ સુસાઇડ-નોટ મળી નથી.’