ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા મ્યુઝિયમ માટે ૯૦ વર્ષની લીઝ પર ૧ રૂપિયાની ટોકન અમાઉન્ટ પર જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
લાઇફમસાલા
અયોધ્યા
રામનગરી અયોધ્યામાં વધુ એક આકર્ષણ ઉમેરાવાનું છે. તાતા સન્સ દ્વારા અયોધ્યામાં ૬૫૦ કરોડ રૂપિયાના ખર્ચે ‘મ્યુઝિયમ ઑફ ટેમ્પલ્સ’ બનાવવામાં આવશે. આ મ્યુઝિયમ પ્રોજેક્ટનો પ્રસ્તાવ ગયા વર્ષે મૂકવામાં આવ્યો હતો જેને તાજેતરમાં ઉત્તર પ્રદેશ કૅબિનેટે મંજૂરી આપી હતી. સપ્ટેમ્બર ૨૦૨૩માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી.
આ મ્યુઝિયમનું નિર્માણ તાતાના કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી ફન્ડમાંથી થશે. આ પ્રોજેક્ટ ઉપરાંત તાતા સન્સ ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે અયોધ્યામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરશે. રાજ્ય કૅબિનેટે લખનઉ, પ્રયાગરાજ અને કપિલવસ્તુમાં હેલિકૉપ્ટર સર્વિસ શરૂ કરવા માટેની મંજૂરી પણ આપી હતી. મ્યુઝિયમ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતનાં પ્રખ્યાત મંદિરોના ઇતિહાસ અને સ્થાપત્યને હાઇલાઇટ કરવાનો છે જેમાં લાઇટ ઍન્ડ સાઉન્ડ શો પણ થશે. ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા મ્યુઝિયમ માટે ૯૦ વર્ષની લીઝ પર ૧ રૂપિયાની ટોકન અમાઉન્ટ પર જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે.