હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કૉસ્મેટિક ફૅક્ટરીમાં આગ લાગી છે
સોલન જિલ્લામાં કૉસ્મેટિક ફૅક્ટરીમાં આગ
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કૉસ્મેટિક ફૅક્ટરીમાં આગ લાગી છે. અહીં કારખાનામાં મજૂરો ફસાયા હતા. આગ બાદ વિડિયો સામે આવ્યા છે, જેમાં એક મહિલા છાપરા પરથી કૂદતી દેખાઈ રહી છે.
સોલન જિલ્લાની ઇન્ડસ્ટ્રિયલ નગરી બદ્દીના ઝાડમાઝરીની આ ઘટના છે. અહીં કૉસ્મેટિક પ્રોડક્ટ બનાવતી ફૅક્ટરીમાં ભીષણ આગ લાગી છે. એમાં મોટી સંખ્યામાં મજૂરો ફસાયા છે. આગ લાગવાનાં કારણો જાણી શકાયાં નથી. ફાયર વિભાગની બદ્દી અને નાલાગઢની નજીક અડધો ડઝન ગાડીઓ આગ ઠારવા માટે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
ADVERTISEMENT
આગ લાગ્યા બાદ ઘટનાસ્થળના અમુક વિડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો ફૅક્ટરીની બહાર ભાગતા દેખાઈ રહ્યા છે. એક વિડિયોમાં એક મહિલા ફૅક્ટરીની છત પર દેખાઈ રહી છે. ધુમાડાના ગોળા વચ્ચે આ મહિલા ફસાયેલી છે.પરફ્યુમ બનાવતી આ ફૅક્ટરી હતી. આગ લાગ્યા બાદ બે મજૂરો છત પરથી કૂદ્યા હતા અને તેમના પગ ભાંગી ગયા હતા.