દિલ્હી એરપોર્ટ પર હાજર લોકોએ એક વ્યક્તિને ખુલ્લામાં પેશાબ કરતા જોયો હતો. મુસાફરોએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ શખ્સે તેમની વાત માની નહોતી.
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરે ખુલ્લામાં પેશાબ કર્યો હતો, જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. મામલો 8 જાન્યુઆરીનો છે એરપોર્ટ પર હાજર લોકોએ એક વ્યક્તિને ખુલ્લામાં પેશાબ કરતા જોયો હતો. મુસાફરોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે જ્યારે તેને રોકવામાં આવ્યો ત્યારે વ્યક્તિએ આ લોકો સાથે ઝઘડો કરીને હંગામો મચાવ્યો હતો. તે જ સમયે, હવે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે.
હકીકતમાં, 8 જાન્યુઆરીની સાંજે લગભગ 5.30 વાગ્યે ડિપાર્ચર ગેટ નંબર 6 પાસે પોલીસને માહિતી મળી કે એક વ્યક્તિ ખુલ્લામાં પેશાબ કરી રહ્યો છે. ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે પેશાબ કરનાર વ્યક્તિ નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. માહિતી મળતાં જ દિલ્હી પોલીસ અને CISFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને પકડી લીધો.
ADVERTISEMENT
આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ...
આરોપીની ઓળખ જોહર અલી ખાન તરીકે થઈ છે. 39 વર્ષીય જોહર બિહારનો રહેવાસી છે અને દિલ્હીથી સાઉદી અરેબિયાની ફ્લાઈટ પકડવા આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ત્યાંથી પસાર થતા મુસાફરોએ ખુલ્લામાં પેશાબ કરવાની ના પાડી તો જોહર બધા સાથે ઝઘડો કરવા લાગ્યો. પોલીસે જોહરનું મેડિકલ કરાવ્યું અને ત્યારબાદ જોહરની ધરપકડ કરવામાં આવી. જોકે જામીનપાત્ર કલમને કારણે જોહરને જામીન મળી ગયા હતા.
આ પણ વાંચો: બાપ રે! એર ઈન્ડિયાની ફરી ફજેતી...મહિલા યાત્રીના ભોજનમાં નીકળ્યો પથ્થર
વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો
અગાઉ 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શંકર મિશ્રા નામના નશામાં ધૂત વ્યક્તિએ 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 254, 294, 509 અને 510 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. શંકર વુલ્ફ ફાર્ગોના વાઇસ પ્રેસિડેન્ટ હતા, જેમને આ ઘટના બાદ કંપનીએ હટાવી દીધા હતા.