બીજી નવેમ્બરે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધાર્મિક સ્થળોને પણ બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અનેક રેલવે-સ્ટેશનો અને કેટલાંક ધાર્મિક સ્થળોને બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે એવી ધમકી આપતો પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠન દ્વારા કથિત રીતે લખવામાં આવેલો પત્ર હનુમાનગઢ રેલવે-સ્ટેશનના સ્ટેશન-માસ્ટરને મળ્યો હતો. તેમણે આ સંદર્ભે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં ફરિયાદ નોંધાવી છે.
આ સંદર્ભે હનુમાનગઢના ઍડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પ્યારેલાલ મીણાએ જણાવ્યું હતું કે ‘મંગળવારે પોસ્ટમાં આ પત્ર આવ્યો હતો અને સાંજે પોલીસ-ફરિયાદ કરવામાં આવી છે. આ પત્રમાં ધમકી આપવામાં આવી છે કે ગંગાનગર, હનુમાનગઢ, જોધપુર, બિકાનેર, કોટા, બુંદી, ઉદયપુર અને જયપુર રેલવે-સ્ટેશનોને ૩૦ ઑક્ટોબર સુધીમાં બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે. એ સિવાય બીજી નવેમ્બરે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધાર્મિક સ્થળોને પણ બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે. GRP અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.