વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાલ અમેરિકા પ્રવાસ પુરજોશમાં ચાલી રહ્યો છે. આ સાથે જ અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર પણ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આ સંદર્ભમાં હવે ભારતને એક શક્તિશાળી અને ઘાતક જેટ એન્જિન મળવા જઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદી અને જો બાઈડન (ફાઈલ તસવીર)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાલ અમેરિકા પ્રવાસ પુરજોશમાં ચાલી રહ્યો છે. આ સાથે જ અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર પણ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આ સંદર્ભમાં હવે ભારતને એક શક્તિશાળી અને ઘાતક જેટ એન્જિન મળવા જઈ રહ્યું છે. વાસ્તવમાં અમેરિકાની GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ ડીલ હેઠળ GE એરોસ્પેસ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ફાઈટર જેટ એન્જિનનું ઉત્પાદન કરવામાં આવશે. આ ઉપરાંત GE એરોસ્પેસના અત્યાધુનિક F414 એન્જિનોનું પણ સંયુક્ત રીતે ઉત્પાદન હાથ ધરવામાં આવનાર છે.
ADVERTISEMENT
આવી સ્થિતિમાં ભારતીય વાયુસેનાને આ ડીલથી નવી તાકાત મળશે એમાં કોઈ જ બેમત નથી. ઉપરાંત ભારતીય વાયુસેના ટેકનિકલ દ્રષ્ટિએ વધુ મજબૂત બનશે. મહત્વની અને મોટી વાત એ છે કે જે F414 એન્જિનની વાત કરવામાં આવી રહી છે તે છેલ્લા ત્રીસ વર્ષથી યુએસ નેવીનો મહત્વનો ભાગ બની રહ્યો છે.
જે ફ્લાઈટ જેટમાં આ એન્જિન લગાવવામાં આવ્યું છે, તેણે અત્યાર સુધીમાં 50 લાખ કલાકથી વધુ ઉડાન ભરી છે. એટલે કે આ અંતર વધુ છે. ઉપરાંત આ જેટની શક્તિ પણ વધુ છે. આમાં વાપરવામાં આવેલી ટેક્નોલોજી પણ ઘણી નવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
GE એરોસ્પેસે આજે જાહેરાત કરી હતી કે તેણે ભારતીય વાયુસેના માટે ફાઇટર જેટ એન્જિનનું ઉત્પાદન કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. જે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત રાજ્યની સત્તાવાર મુલાકાત વચ્ચે એક મુખ્ય સીમાચિહ્નરૂપ બની રહ્યું છે.
આ જેટ એન્જિનની ખાસિયત વિશે વાત કરીએ તો ખાસ વાત એ છે કે તે એક સમયે 98 કિલોન્યુટન પાવર જનરેટ કરી શકે છે. આ સિવાય તેમાં એવી કૂલિંગ સિસ્ટમ છે, જેના કારણે એન્જિન લાંબા સમય સુધી મજબૂત અને સારું રહી શકે છે. ઉલ્લેખનીય છે કે આવી સ્થિતિમાં ભારતને આ ડીલનો ખૂબ જ ફાયદો થવાનો છે.
એચ. લોરેન્સ કલ્પ, જુનિયર, જીઇના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને જીઇ એરોસ્પેસના સીઇઓએ જણાવ્યું હતું કે,"ભારત અને એચએએલ સાથેની અમારી લાંબા ગાળાની ભાગીદારીને કારણે આ એક ઐતિહાસિક કરાર થયો છે." તેમણે આ બાબતે ઉમેર્યું હતું કે, “અમને રાષ્ટ્રપતિ બિડેન અને વડા પ્રધાન મોદીના બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ મૈત્રીના વિઝનને આગળ વધારવામાં ભૂમિકા ભજવવા બદલ ગર્વ છે. અમારા F414 એન્જિનો બંને દેશો માટે મહત્વપૂર્ણ આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા લાભ પ્રદાન કરશે. કારણ કે અમે અમારા ખરીદદારોને તેમના સૈન્ય કાફલાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા એન્જિનોનું ઉત્પાદન કરવામાં મદદ કરીએ છીએ."