Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Solar Eclipse 2021: 10 જુને એટલે કે આવતી કાલે લાગશે સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?

Solar Eclipse 2021: 10 જુને એટલે કે આવતી કાલે લાગશે સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?

Published : 09 June, 2021 06:18 PM | Modified : 09 June, 2021 07:03 PM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

15 દિવસમાં બીજીવાર ગ્રહણ લાગશે. આવતી કાલે એટલે કે 10 જુને સુર્યગ્રહણ થશે, જેની ભારતમાં અસર થશે નહી.

 પ્રતિકાત્મક ફોટો

પ્રતિકાત્મક ફોટો


ચંદ્રગ્રહણ બાદ હવે 10 જુને એટલે કે આવતી કાલે સૂર્યગ્રહણ થનાર છે. ગત  26 મે ના રોજ ચંદ્રગ્રહણ લાગ્યું હતું. જેના 15 દિવસ બાદ હવે સૂર્યગ્રહણ થશે. 10 અથવા 15 દિવસ દરમિયાન જ્યારે બે ગ્રહણ જલદી આવે તો તેની અસર દેશ દૂનિયા પર વધારે પડે છે. 


શાસ્ત્રો અનુસાર જ્યારે ટૂંક સમયમાં જ બે ગ્રહણ લાગે તો પ્રાકૃતિક આપત્તિઓ આવી શકે છે.  કેટલાક વૈજ્ઞાનિકો સૂર્યગ્રહણ દરમિયાન કેટલાક રિસર્ચ કરતાં હોય છે. ગ્રહણના પ્રભાવથી વ્યક્તિનું મન નબળુ થઈ શકે છે અને આત્મવિશ્વાસ ઘટી શકે છે. જેને કારણે જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આ ઉપરાંત ગ્રહણ દરમિયાન રાજનીતિક ઉથલ પાથલ પણ જોવા મળી શકે છે. 



ગ્રહણની અસર પ્રકૃતિ, મનુષ્યો અને જીવજંતુ પર પડે છે. જોકે આવતી કાલે થનાર સુર્યગ્રહણથી આપણે ગભરાવવાની જરૂર નથી, કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી. જોકે અરુણાચલ પ્રદેશના કેટલાક વિભાગમાં દેખાઈ શકે છે.  


 


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2021 07:03 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK