પાકિસ્તાને રોકી સમઝૌતા એક્સપ્રેસ: અટારી બૉર્ડર પર અટક્યા 27 પ્રવાસીઓ
સમઝૌતા એક્સપ્રેસ અચાનક રદ કરવામાં આવતાં ગઈ કાલે અટારી રેલવે સ્ટેશન પર અટવાઈ ગયેલા મુસાફરો.
૧૪ ફેબ્રુઆરીએ પુલવામાના ટૅરર અટૅક અને ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટ ઍર- સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલમાં પાકિસ્તાને બન્ને દેશો વચ્ચે દોડતી ટ્રેન સમઝૌતા એક્સપ્રેસ અચાનક રદ કરતાં ૨૭ પ્રવાસીઓ અટારી બૉર્ડર પર રઝળી પડ્યા છે. સમઝૌતા એક્સપ્રેસ ટ્રેન ગઈ કાલે અટારી પહોંચવાની હતી, પરંતુ એ ટ્રેન લાહોર પહોંચી નહોતી.
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીના સપોર્ટરોએ કઈ કાલે દિલ્હીમાં પાકિસ્તાનની એમ્બેસીની બહાર પાકિસ્તાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અઠવાડિયાના બે દિવસ દોડતી સમઝૌતા એક્સપ્રેસ બુધવારે અને રવિવારે અટારી જાય છે અને પછી લાહોર જાય છે. લાહોરથી અટારી માટે સોમવાર અને ગુરુવારે રવાના થાય છે અને પછી દિલ્હી જાય છે, પરંતુ ગુરુવારે એ ટ્રેન લાહોરથી રવાના થઈ નહોતી. અચાનક પાકિસ્તાન તરફથી એ ટ્રેનનું સંચાલન રદ કરવામાં આવ્યું હતું. જોકે ભારત તરફથી સમઝૌતા એક્સપ્રેસ ટ્રેન રદ કરવા વિશે કોઈ સૂચના બહાર આવી નથી.
આ પણ વાંચો : દુશ્મન સામે દરેક ભારતીય દીવાલ બનીને ઊભો રહે : વડા પ્રધાન
રેલવેના ફિરોઝપુરસ્થિત અમલદારોએ આપેલી માહિતી અનુસાર ૨૭ ફેબ્રુઆરીએ રવાના થયેલી ટ્રેન અટારીમાં ઊભી રહી ગઈ હતી. ટ્રેનના પ્રવાસીઓને કેવી રીતે આગળ મોકલવા એ હજી સુધી નક્કી કરી શકાયું નથી. પાકિસ્તાન તરફથી આવતી સમઝૌતા એક્સપ્રેસને રદ કરવામાં આવી હોવાથી પ્રવાસીઓ પરેશાન થઈ ગયા છે. દિલ્હીથી અટારી જનારી સમઝૌતા એક્સપ્રેસ બુધવારે રાતે ૧૧.૨૦ વાગ્યે ૨૪ ભારતીય અને ૩ પાકિસ્તાની મુસાફરો સાથે રવાના થઈ હતી. ર્નોધર્ન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે અઠવાડિયામાં બે દિવસ બુધવારે અને રવિવારે દોડતી આ ટ્રેન નિર્ધારિત સમયે પુરાની દિલ્હી રેલવે-સ્ટેશનથી ૨૭ પ્રવાસીઓ સાથે રવાના થઈ હતી. આ ટ્રેન દિલ્હી અને અટારી વચ્ચે સત્તાવાર રીતે કોઈ પણ સ્ટેશન પર થોભતી નથી.