પતિની હત્યા કરીને કપાયેલું માથુ લઈ પોલીસ સ્ટેશન પહોંચી મહિલા
આરોપી મહિલા
આસામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આસામમાં એક મહિલાએ પોતાના પતિની હત્યા કરી નાખી અને પછી કપાયેલું માથુ લઈને પોલીસ સ્ટેશન પહોંચી. આ ઘટના જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી. મહિલાના હાથમાં પુરુષનું કપાયેલું માથુ જોઈને પોલીસ ચોકીમાં તમામ પોલીસ કર્મીઓના હોશ પણ ઉડી ગયા.
આ ઘટના આસામના લખીમપુર જિલ્લાની છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિની ધારદાર હથિયારથી હુમલો કરીને હત્યા કરી નાખી. અને પછી માથુ ધડથી અલગ કરી નાખ્યું. બાદમાં આ મહિલા પોતાના પતિનું કપાયેલું માથુ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને પોલીસ સ્ટેશન પહોંચી અને હત્યાનો ગુનો કબૂલી લીધો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યા પ્રમાણે આરોપી હમિલાનું નામ ગુણેશ્વરી બરટકકી છે, જેણે પોતાના 55 વર્ષના પતિ મુધિરામની હત્યા કરવાની વાત કબૂલી છે. મહિલાનો દાવો છે કે વર્ષોથી તેનો પતિ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને તેણે પતિની હત્યા કરી નાખી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદઃવ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ
આરોપી મહિલાએ કહ્યું કે તેનો પતિ મુધિરામ વર્ષોથી તેના પર અત્યાચાર ગુજરાતો હતો. તે રોજ તેને માર મારતો હતો. મહિલાનું કહેવું છે કે કેટલીકવાર તો તેના પતિએ તેના પર કુહાડીથી પણ હુમલો કર્યો છે. ગુણેશ્વરી બરકટકીએ પોલીસને કહ્યું કે સંખ્યાબંધ વખત તે પોતાના પતિને છોડવાની તૈયારી કરી ચૂકી હતી, પરંતુ બાળકોના કારણે તે એવું ન કરી શકી. મહિલાએ પોલીસને કહ્યું કે જો તે પતિની હત્યા ન કરતી તો તેનો પતિ તેને મારી નાખતો. હાલત પોલીસે ગુણેશ્વરી સામે હત્યાનો ગુનો નોંધી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી છે.