આ રહ્યા એ સવાલો...
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૩૦ મેએ આ પદ પર રહ્યાંને નવ વર્ષ પૂરાં થશે ત્યારે કૉન્ગ્રેસે ગઈ કાલે આ અવસરે પીએમને નવ સવાલ પૂછ્યા હતા. આ રહ્યા એ સવાલો...
૧) શા માટે દેશમાં મોંઘવારી અને બેરોજગારી આકાશને આંબી રહી છે?
ADVERTISEMENT
૨) શા માટે છેલ્લાં નવ વર્ષમાં ખેડૂતોની આવક બમણી થઈ નથી?
૩) શા માટે અદાણીને ફાયદો કરાવવા માટે એલઆઇસી અને એસબીઆઇમાં જમા જનતાની પરસેવાની કમાણીને દાવ પર લગાવી દેવામાં આવી?
૪) ચીને આજે પણ આપણી જમીન પર કબજો કર્યો હોવા છતાં શા માટે વડા પ્રધાને એને ૨૦૨૦માં ક્લીન ચિટ આપી હતી?
૫) શા માટે ચૂંટણીમાં ફાયદા માટે સમાજમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે અને સમાજના ભાગલા પાડવાની કોશિશ થાય છે?
૬) શા માટે મહિલાઓ, દલિતો, એસસી, એસટી, ઓબીસી અને લઘુમતિઓ વિરુદ્ધના અત્યાચારો પર પીએમ ચૂપ છે?
૭) શા માટે વિપક્ષોના નેતાઓની વિરુદ્ધ બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવે છે?
૮) શા માટે બજેટમાં ફાળવણીમાં કાપ મૂકીને મનરેગા જેવી જનકલ્યાણ યોજનાઓને નબળી કરવામાં આવી?
૯) શા માટે કોરોનાના કારણે ૪૦ લાખ લોકોનાં મૃત્યુ પછી તેમના પરિવારોને વળતર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો?