Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ટોચની મેડિકલ સંસ્થાની વેબસાઇટને હૅક કરવા ૬૦૦૦ વખત પ્રયાસ થયા

ટોચની મેડિકલ સંસ્થાની વેબસાઇટને હૅક કરવા ૬૦૦૦ વખત પ્રયાસ થયા

Published : 07 December, 2022 09:39 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એઇમ્સ અને સફદરજંગ હૉસ્પિટલ બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચની વેબસાઇટને હૅક કરવા કોશિશ થઈ હોવાનું બહાર આવ્યું, પણ હૅકર્સ નિષ્ફળ રહ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીમાં એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ)નાં સર્વર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ની વેબસાઇટને હૅક કરવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા હતા. સોર્સિસે જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બરે ભારતની ટોચની મેડિકલ સંસ્થાની વેબસાઇટને હૅક કરવા માટે ૬૦૦૦ વખત પ્રયાસ કરવામાં આવ્યા છે.


ઇન્ટરનેટ પર ડિવાઇસની ઓળખ કરતાં યુનિક ઍડ્રેસ આઇપી ઍડ્રેસ આ કેસમાં હૉન્ગકૉન્ગનું હોવાનું અને એ બ્લૅકલિસ્ટેડ હોવાનું બહાર આવ્યું છે.



આઇસીએમઆર દ્વારા સુરક્ષા માટે પ્રયાસો વધારાયા હોવાથી અને અપડેટેડ ફાયરવૉલના કારણે એની વેબસાઇટને હૅક નહોતી કરી શકાઈ.


ગયા મહિને હૅકર્સે એઇમ્સને ટાર્ગેટ કરી હતી, જેના લીધે આ હૉસ્પિટલના લગભગ તમામ વિભાગની કામગીરીને અસર થઈ હતી.

૧૦ દિવસ કરતાં વધારે સમય સુધી એઇમ્સ-દિલ્હીનાં સર્વર્સ ડાઉન રહ્યાં હતાં, જે આ હુમલાની તીવ્રતા સૂચવે છે, જેના લીધે આ હૉસ્પિટલની અનેક સેવાઓને અસર થઈ હતી.


દિલ્હીમાં એઇમ્સની સામે આવેલી સફદરજંગ હૉસ્પિટલ ચોથી ડિસેમ્બરે સાઇબર અટૅકનો ભોગ બની હતી. જોકે એઇમ્સ પરના હુમલાની સરખામણીમાં અહીં નુકસાન વધારે નહોતું. 

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 09:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK