આ આંચકા થોડી સેકન્ડ સુધી રહ્યા હતા
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
દિલ્હી અને એની આસપાસનાં શહેરોમાં ગઈ કાલે સાંજે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. આ આંચકા થોડી સેકન્ડ સુધી રહ્યા હતા. ૬.૮ની તીવ્રતાવાળા ભૂકંપનું એપિસેન્ટર અફઘાનિસ્તાનમાં હિન્દુ કુશ રીજન હતું. જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સિસે જણાવ્યું હતું કે જમીનના ૧૮૪ કિલોમીટરના ઊંડાણમાં ભૂકંપ આવ્યો હતો.