Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તેલંગણમાં કૉન્ગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડવી હશે તો પહેલાં ૫૦,૦૦૦ આપવા પડશે

તેલંગણમાં કૉન્ગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડવી હશે તો પહેલાં ૫૦,૦૦૦ આપવા પડશે

Published : 19 August, 2023 10:18 AM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેલંગણ કૉન્ગ્રેસ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવા પ્લાનિંગ કરી રહેલા ઉમેદવારની અરજી સ્વીકારવાનું શરૂ કરશે.

કૉંગ્રેસ લોગો

કૉંગ્રેસ લોગો


હૈદરાબાદ : તેલંગણ કૉન્ગ્રેસ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવા પ્લાનિંગ કરી રહેલા ઉમેદવારની અરજી સ્વીકારવાનું શરૂ કરશે. ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. પક્ષના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે કર્ણાટક કૉન્ગ્રેસ મૉડલને પગલે તેલંગણ એકમ એસસી, એસટી અને શારીરિક રીતે અશક્ત વર્ગોના મહત્ત્વાકાંક્ષી ઉમેદવારો માટે અરજી-ફી તરીકે ૨૫,૦૦૦ રૂપિયા અને બાકીના માટે ૫૦,૦૦૦ રૂપિયા ચાર્જ કરશે. કર્ણાટક યુનિટે સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી-દસ્તાવેજો સાથે બે લાખ રૂપિયા વસૂલ્યા હતા, જ્યારે મે મહિનામાં અગાઉ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એસસી, એસટી અરજદારો માટે એક લાખ રૂપિયા હતા. 
તેલંગણ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશ કુમાર ગૌડે જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દામોદર રાજા નરસિમ્હાની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની પેટા સમિતિની રચના કરી હતી. અમે ઉમેદવારો દ્વારા ભરવા માટેનાં જરૂરી ફૉર્મ અપલોડ કરીશું. અરજદારોએ ફૉર્મ ભરીને એને ડીડી (૫૦,૦૦૦ અથવા ૨૫,૦૦૦ રૂપિયા) સાથે ૨૫ ઑગસ્ટ પહેલાં સબમિટ કરવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પેટા સમિતિએ ૨૫,૦૦૦ રૂપિયા (સામાન્ય શ્રેણી માટે)ની ભલામણ કરી હોવા છતાં પાર્ટીના ટોચના નેતૃત્વએ ફી તરીકે ૫૦,૦૦૦ રૂપિયા નક્કી કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2023 10:18 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK