બુધવારે બિહારમાં જિતિયા પર્વ નિમિત્તે નદીઓમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા લોકોમાંથી ૪૬ જણનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં જેમાં ૩૭ બાળકો, ૭ મહિલા અને બે પુરુષનો સમાવેશ છે. સરકારે મરનાર વ્યક્તિના પરિવારજનોને ૪ લાખ રૂપિયા વળતર આપવાનું જાહેર કર્યું છે.
દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનારા લોકોનું આતંક.
બુધવારે બિહારમાં જિતિયા પર્વ નિમિત્તે નદીઓમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા લોકોમાંથી ૪૬ જણનાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં જેમાં ૩૭ બાળકો, ૭ મહિલા અને બે પુરુષનો સમાવેશ છે. સરકારે મરનાર વ્યક્તિના પરિવારજનોને ૪ લાખ રૂપિયા વળતર આપવાનું જાહેર કર્યું છે. જે જગ્યાએ આ ઘટના બની હતી એમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, નાલંદા, ઔરંગાબાદ, કૈમૂર, બક્સર, સિવાન, રોહતાસ, સારણ, પટના, વૈશાલી, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, ગોપાલગંજ અને અલવરનો સમાવેશ છે. બાળકોની સલામતી માટે જિતિયા પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે બિહારમાં માતાઓ પોતાના સંતાનની સલામતી માટે નિર્જળા વ્રત રાખે છે.