સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો.
ચાર જણ માર્યા ગયા હતા
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં પૈગામ ભીખમપુર ગામમાં શનિવારે એક પિક-અપ વૅનના ડ્રાઇવરે વાહન પરનો અંકુશ ગુમાવતાં વૃક્ષ નીચે સૂઈ રહેલા ચાર જણ માર્યા ગયા હતા અને બીજા બે જણને ઈજા થઈ હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ ગામવાસીઓ અને ભોગ બનેલા લોકોના પરિવારના સભ્યોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો.