બાઈક સવારોએ કૉલેજ જતી છોકરી પર ફેંક્યુ એસિડ, એક આરોપીની ધરપકડ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આજે બાઇક પર સવાર બે છોકરાઓએ એક ૧૭ વર્ષની છોકરી પર એસિડ ફેંકતા તે ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છોકરીના મોઢા પર એસિડ ફેંકવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિતાએ બન્ને શકમંદોને ઓળખી લીધા છે અને તેમાંથી એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ આખી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ છે.
દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સીસીટીવી ફુટેજ પ્રમાણે, બે છોકરીઓ રસ્તાની બાજુએ ચાલતી હતી. ત્યારે એક બાઇક ધીમી પડી અને પાછળ બેઠેલા એક છોકરાએ ૧૭ વર્ષની વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યો હતો. જેને લીધે તેને સખત પીડા થઈ હતી. આવી હાલતમાં જ છોકરી ચહેરા પર હાથ મુકીને મદદ માટે દોડે છે.
ADVERTISEMENT
પીડિતાના પિતાએ મીડિયાને કહ્યું કે, ‘મારી બે દીકરીઓ છે. એક ૧૭ વર્ષની અને એક ૧૩ વર્ષની. આજે બન્ને સાથે બહાર ગઈ હતી. અચાનક બાઇક પર આવેલા બે શખ્સોએ મારી મોટી દીકરી પર એસિડ ફેંક્યું અને ભાગી ગયા હતા.’ બન્ને બહેનો મેટ્રોમાં સાથે સ્કુલ જઈ રહી હતી.
આ દુર્ઘટનામાં પરિવારે આપેલા નિવદેનને આધારે પોલીસે બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીની શોધ ચાલુ છે.
આ પણ વાંચો : તારા પર બળાત્કારનો કેસ કરીશ, આમાંથી જો બચવું હોય તો ૫૦ લાખ રૂપિયા આપ
એસિડ અટેકનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, ઘટના સમયે યુવતી તેની નાની બહેન સાથે હતી. તેણે ઓળખીતા બે પર વ્યક્તિઓ પર શંકા કરી છે. એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના અંગે સવારે ૯ વાગે પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, આશરે ૧૭ વર્ષની છોકરી પર બે બાઇક સવારોએ એસિડ વડે હુમલો કર્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, છોકરીની સારવાર ચાલી રહી છે અને પ્રાથમિક અહેવાલો મુજબ તે સ્થિર છે.