આ દુર્ઘટનામાં ૩૦૦૦ લોકો માર્યા ગયા અને પર્યાવરણને પણ ઘણું નુકસાન થયું હતું
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ૧૯૮૪ની ભોપાલ ગૅસ દુર્ઘટનાના પીડિતોને વધુ વળતર અપાવવા માટે યુનિયન કાર્બાઇડ કૉર્પોરેશન (યુસીસી)ની અનુગામી કંપની પાસેથી વધારાના ૭૮૪૪ કરોડ રૂપિયાની માગણીની અરજીને ફગાવી હતી. આ દુર્ઘટનામાં ૩૦૦૦ લોકો માર્યા ગયા અને પર્યાવરણને પણ ઘણું નુકસાન થયું હતું. સુપ્રીમ કોર્ટે પીડિતો માટે અગાઉ કોર્ટને આપેલી ખાતરી મુજબની વીમા પૉલિસી ન બનાવવા બદલ પણ કેન્દ્રની ઝાટકણી કાઢી હતી અને એને બેદરકારી ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારને વીમાની પૉલિસી લેવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ અમને ખબર પડી છે કે આવી કોઈ પૉલિસી લેવામાં આવી નથી. કેન્દ્ર સુપ્રીમ કોર્ટે આપેલી સૂચનાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે તેમ જ જવાબદારીનો ટોપલો યુનિયન કાર્બાઇડ કૉર્પોરેશન પર નાખવામાં આવે છે.’