તેમના કહેવા મુજબ સજ્જન કુમારના કહેવાથી ભીડ તેમના ઘરમાં આવી હતી અને પિતા-પુત્રની હત્યા કર્યા બાદ ઘરને લૂંટીને આગ ચાંપી દીધી હતી.
સજ્જન કુમાર
૧૯૮૪માં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીમાં થયેલાં સિખવિરોધી તોફાનોમાં તત્કાલીન પ્રભાવશાળી નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રહેલા સજ્જન કુમારને એક નવેમ્બરે દિલ્હીની પાલમ કૉલોનીમાં રહેતા પિતા જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહને જીવતા સળગાવી દેવાના કેસમાં દિલ્હીની સ્પેશ્યલ રાઉઝ ઍવેન્યુ અદાલતે આજીવન કારાવાસની સજા ફટકારી છે. જસવંત સિંહની પત્નીએ સજ્જન કુમારને ફાંસીની સજા કરવામાં આવે એવી માગણી કરી હતી. તેમના કહેવા મુજબ સજ્જન કુમારના કહેવાથી ભીડ તેમના ઘરમાં આવી હતી અને પિતા-પુત્રની હત્યા કર્યા બાદ ઘરને લૂંટીને આગ ચાંપી દીધી હતી.
દિલ્હીનાં તોફાનોના બીજા એક કેસમાં પણ સજ્જન કુમાર આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.

