ભારતમાં દર ૧૦,૦૦૦ કિલોમીટર રોડ પર ૨૫૦ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૪થી ૨૦૨૩ વચ્ચેનાં ૧૦ વર્ષના સમયગાળામાં રોડ-ઍક્સિડન્ટમાં આશરે ૧૫.૩ લાખ લોકોનાં મૃત્યુ થયાં છે અને આ આંકડો ઓડિશાના મુખ્ય શહેર ભુવનેશ્વરની વસ્તી સમાન છે અથવા કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢની વસ્તીથી વધુ છે. સરકાર દ્વારા રોડ સારા બનાવવામાં આવી રહ્યા છે અને અકસ્માતની સંખ્યા ઘટાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છતાં આવી પરિસ્થિતિ છે.
ભારતમાં દર ૧૦,૦૦૦ કિલોમીટર રોડ પર ૨૫૦ લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. અમેરિકા, ચીન અને ઑસ્ટ્રેલિયામાં આ આંકડો અનુક્રમે ૫૭, ૧૧૯ અને ૧૧ છે. ૨૦૦૪થી ૨૦૧૩માં રોડ-ઍક્સિડન્ટમાં ૧૨.૧ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતમાં વસ્તી વધી રહી છે, રોડની લંબાઈ વધી રહી છે અને વાહનોની સંખ્યા પણ વધી રહી હોવાથી આ આંકડો વધી રહ્યો છે.
ADVERTISEMENT
૨૦૧૨માં ૧૫.૯ કરોડ વાહનો રજિસ્ટર્ડ હતાં જે ૨૦૨૪માં બમણાંથી વધારે થઈને ૩૮.૩ કરોડ સુધી પહોંચી ગયાં છે. રોડની લંબાઈ પણ ૨૦૧૨માં ૪૮.૬ લાખ કિલોમીટરથી વધીને ૨૦૧૯માં ૬૩.૩ લાખ કિલોમીટર સુધી પહોંચી ગઈ છે.