રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવનારા ૧૧ નેતાઓમાં વિદેશપ્રધાન એસ. જયશંકર અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયનનો સમાવેશ થાય છે.
જયશંકર સહિત ૧૧ સંસદસભ્યો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાશે
નવી દિલ્હી ઃ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવનારા ૧૧ નેતાઓમાં વિદેશપ્રધાન એસ. જયશંકર અને તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયનનો સમાવેશ થાય છે. વાસ્તવમાં ઘણી બેઠકો પરથી ડમી ઉમેદવારોને હટાવી દેવામાં આવ્યા છે. આ પછી ૧૧ લોકોની બિનહરીફ જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. રાજ્યસભામાં બીજેપીના ૯૩ સભ્યો છે, જ્યારે સત્તાધારી પક્ષને આ વખતે એક બેઠકનો ફાયદો થયો છે. સરકાર પાસે બહુમતી નથી. આ ચૂંટણીમાં ટીએમસીના ૬ અને બીજેપીના ૫ ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. ડેરેક ઓબ્રાયન ઉપરાંત ટીએમસીના જે નેતાઓ બિનહરીફ ચૂંટાયા છે એમાં સુખેન્દુ શેખર રૉય, ડોલા સેન, સાકેત ગોખલે, સમીરુલ ઇસ્લામ અને પ્રકાશ બારીકનો છે. હવે ઉપલા ગૃહમાં બીજેપી અને તેના સહયોગીઓની કુલ બેઠકો વધીને ૧૦૫ થઈ ગઈ છે, જ્યારે કૉન્ગ્રેસની એક રાજ્યસભામાં ઘટી હતી. ૨૪ જુલાઈએ પશ્ચિમ બંગાળની ૬ રાજ્યસભા, ગુજરાતમાં ત્રણ અને ગોવામાં એક બેઠક પર મતદાન થવાનું હતું, પરંતુ હવે કોઈ મતદાન થશે નહીં. ટીએમસીના ત્રણ ઉમેદવારો અને બીજેપીના પાંચ ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે.