૨૫૦ મિલીલીટરની સાઇઝ ધરાવતી ૧૦૦૦ કાચની બૉટલોમાં પૅક કરવામાં આવેલું આ શિપમેન્ટ પ્રયાગરાજથી જર્મની મોકલવામાં આવ્યું છે.
પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે
૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ૪૫ દિવસ માટે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં યોજાયેલા મહાકુંભ પછી અહીંના પવિત્ર જળની વિદેશમાં વધતી જતી માગણીને કારણે પહેલી વાર સંગમ જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે. ૨૫૦ મિલીલીટરની સાઇઝ ધરાવતી ૧૦૦૦ કાચની બૉટલોમાં પૅક કરવામાં આવેલું આ શિપમેન્ટ પ્રયાગરાજથી જર્મની મોકલવામાં આવ્યું છે. આ શિપમેન્ટ શ્રી પંચ દશનામ જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ દ્વારા જર્મનીમાં એવા શ્રદ્ધાળુઓ માટે મોકલવામાં આવ્યું હતું જેઓ મહાકુંભમાં ભાગ લેવા આવી શક્યા નહોતા.

