વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવા બદલ છ લોકોની ધરપકડ કરી છે. આ મામલે 100 FIR નોંધવામાં આવી છે.
પીએમ મોદી
દિલ્હી પોલીસ(Delhi Police)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવા બદલ છ લોકોની ધરપકડ કરી છે. આ મામલે 100 FIR નોંધવામાં આવી છે. સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે પોસ્ટરો પર પ્રિન્ટિંગ પ્રેસની કોઈ વિગતો નથી.
પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને પ્રોપર્ટી એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યાલયથી નીકળેલી એક વાનને અટકાવવામાં આવી હતી. કેટલાક પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીના કેટલાક ભાગોમાં "મોદી હટાઓ દેશ બચાવો" શીર્ષકવાળા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા. વિશેષ સીપી દીપેન્દ્ર પાઠકે કહ્યું કે દિલ્હી પોલીસે 100 થી વધુ FIR નોંધી છે, જ્યારે સમગ્ર શહેરમાં PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવા બદલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અફઘાનિસ્તાન, ભારત, ચીનમાં ભૂંકપના આંચકા, પાકિસ્તાનમાં 11 લોકોના મોત, 100 ઘાયલ
જોકે, પોસ્ટરો પર પ્રિન્ટિંગ પ્રેસ કે પ્રકાશકનો કોઈ ઉલ્લેખ નહોતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને મિસએપ્રોપ્રિયેશન ઑફ પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ શહેરના વિવિધ જિલ્લાઓમાં FIR નોંધવામાં આવી છે.
સ્પેશિયલ સીપીએ એ પણ માહિતી આપી હતી કે આમ આદમી પાર્ટી (AAP) કાર્યાલયમાંથી બહાર નીકળતાની સાથે જ એક વાનને પણ રોકી દેવામાં આવી હતી. કેટલાક પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે.