શ્રદ્ધાળુઓમાં VIP કલ્ચર સામે રોષ ફાટી નીકળ્યો છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી દેખાઈ રહી છે ત્યારે...
આજના મૌની અમાવસ્યાનું મહાસ્નાન કરવા ગઈ કાલે મહાકુંભ માટે આવેલા ભક્તોની વિરાટ મેદની, ત્રીજી ફેબ્રુઆરી સુધી બોટ દ્વારા થતું સંગમસ્નાન બંધ
મૌની અમાવસ્યાના મહાસ્નાનના દિવસે ૧૦+ કરોડ લોકો આવવાની ધારણાએ પ્રશાસન હાઈ અલર્ટ પર: પ્રયાગરાજમાં બારમા ધોરણ સુધીની સ્કૂલો-કૉલેજો બંધ અને હાઈ કોર્ટમાં પણ રજા
સોમવારે મહાકુંભમાં એક તરફ શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા હતા અને બીજી તરફ કોઈ VIPનો મોટરકાફલો સંગમતટ તરફ જઈ રહ્યો હતો એનો વિડિયો શૅર કરીને કૉન્ગ્રેસે કટાક્ષ કર્યો હતો કે ભારત એક છે, બે કુંભ છે. VIP મૂવમેન્ટને કારણે ભક્તોને ભયંકર ત્રાસ વેઠવો પડ્યો હતો અને સોશ્યલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા ઘણા વિડિયો વાઇરલ થયા હતા.

