ઈન્ડિગો એરલાઈન(Indigo Airline)ની ફ્લાઈટ દિલ્હીથી કતારની રાજધાન દોહા(Delhi to Doha Flight)જઈ રહી હતી. યાત્રા દરમિયાન એક યાત્રીની તબિતય લથડી પડી હતી.
પ્રતીકાત્મક તસવીર
ઈન્ડિગો એરલાઈન (Indigo Airline)ની દોહા જઈ રહેલી એક ફ્લાઈટનું પાકિસ્તાન (Pakistan)ના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હકીકતે, ફ્લાઈટમાં એક મેડિકલ ઈમરજન્સી ઉભી થઈ હોવાથી ફ્લાઈટનું ઈમરજન્સની લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.આ માહિતી ઈન્ડિગો એરલાઈને આપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ દિલ્હીથી કતારની રાજધાન દોહા(Delhi to Doha Flight)જઈ રહી હતી. યાત્રા દરમિયાન એક યાત્રીની તબિતય લથડી પડી હતી. જેના કારણે પાયલટે નજીકના કરાચી એરપોર્ટને એર ટ્રાફિક કંટ્રોલને સુચના આપી અને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી માંગી. કરાચી એર ટ્રાફિક કંટ્રોલે પણ તરત જ ફ્લાઈટને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: Oscar 2023: નાટુ નાટુની ઑસ્કર સિદ્ધિ પાછળ કોનો છે મોટો હાથ? જાણો તમામ માહિતી
જે યાત્રીની તબિયત ખરાબ થઈ તેની ઓળખાણ 60 વર્ષીય અબ્દુલા તરીકે થઈ છે અને તે નાઈજીરિયના નાગરિક છે. રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે કરાચીમાં લેન્ડિંગ થતાં પહેલા જ યાત્રીનું મોત તઈ ચૂક્યું હતું. ઈન્ડિગીઓએ એક નિવેદન જારી કરી કહ્યું છે કે આ ખબર સાંભળી અમે ખુબ જ દુ:ખી છીએ અને તેના પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ.