ટ્વિટર(Twitter)ના માલિક એલન મસ્ક (Elon Musk) ફરી યુર્ઝને ઝટકો આપ્યો છે. ટ્વિટર લોગો(Twitter logo)માં હવે બ્લૂ બર્ડ (Blue Bird)ને બદલે શ્વાન દેખાય છે.
એલન મસ્કે બદલ્યો ટ્વિટરનો લોગો
ટ્વિટર(Twitter)ના માલિક એલન મસ્ક (Elon Musk)આ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મની વિશેષતાઓને તેના સંપૂર્ણ દેખાવમાં બદલવામાં વ્યસ્ત છે. મસ્કે ટ્વિટરનો જાણીતો `બર્ડ લોગો` એટલે કે પક્ષીનું ટ્રેડમાર્ક સિમ્બોલ બદલ્યું છે. ટ્વિટરના ડેસ્કટોપ યુઝર્સ હવે બ્લુ બર્ડ(Blue Bird)ને બદલે શ્વાન(Dog)ની તસવીર જોઈ રહ્યા છે. એલન મસ્કે પોતે તેના ટ્વિટર હેન્ડલ પર આ વિશે એક કાર્ટૂન ટ્વિટ કર્યું છે, જેમાં આ શ્વાન ટ્રાફિક પોલીસવાળાને તેનું આઈડી કાર્ડ બતાવી રહ્યો છે અને તેમાં રહેલા બ્લૂ બર્ડને જૂની તસવીર હોવાનું કહી રહ્યો છે.
આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે એલન મસ્કે આ ફેરફાર શા માટે કર્યો? આ સિવાય આ શ્વાન કોણ છે, જેને મસ્ક દ્વારા સતત પ્રમોટ કરવામાં આવે છે? આ શ્વાન પોતે આટલો લોકપ્રિય કેવી રીતે છે?
ADVERTISEMENT
ટ્વિટર લોગોમાં ઉપયોગમાં લેવાયેલા ડોગીનું સાચું નામ કાબોસુ છે. આ ડૉગ એક ચર્ચિત મીમનો એક ભાગ રહ્યો છે. આ કેટલો લોકપ્રિય છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની સાથે જોડાયેલા મીમ્સને `ડોઝ મીમ્સ` કહેવામાં આવે છે. થોડા સમય પહેલા આ ડોગના નામ પર ક્રિપ્ટોકરન્સી ડોઝ કોઈન પણ લાવવામાં આવી હતી, જેને એલન મસ્ક પોતે અનેક પ્રસંગોએ પ્રમોટ કરી ચૂક્યા છે. આટલું જ નહીં, તેઓ મસ્ક ડોઝ સાથે સંબંધિત મીમ્સ પણ શેર કરતા રહે છે.
— Elon Musk (@elonmusk) April 3, 2023
આ શ્વાન કોણ છે?
ડોઝ મીમમાં જોવા મળતો આ શ્વાન ખરેખર માદા છે અને તે હજુ પણ જાપાનના સાકુરામાં તેના માલિક અત્સુકો સાતો સાથે રહે છે.જો કે, મીમ્સમાં કાબોસુની ઓળખ જાહેર કરવામાં આવી નથી. કાબોસુ જાપાનમાં રેસ્ક્યુ ડોગ છે અને 2010માં જ્યારે તેના માલિક અત્સુકોએ તેના બ્લોગ પર એક ખાસ પોઝમાં તેની તસવીર મૂકી હતી, ત્યારે તે ડોજ તરીકે પ્રખ્યાત થયો હતો. ફોટામાં કાબોસુ કૃત્રિમ રીતે સ્ક્વિન્ટિંગ અને હસતાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર આ ડોગના મીમ્સ બન્યા પછી પણ કબોસુ ડોઝના નામથી જ ઓળખાય છે.
આ પણ વાંચો: Meta Verified: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં બ્લુ ટિક માટે ચૂકવવા પડશે આટલા પૈસા
એલન મસ્કે બ્લૂ બર્ડનો ફોટો કેમ બદલ્યો?
નોંધનીય છે કે એલન મસ્કે હાલમાં જ કોર્ટમાં તેમની વિરુદ્ધ દાખલ કરાયેલા $258 બિલિયનના કેસને રદ કરવાની માંગ કરી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એલન મસ્કે ક્રિપ્ટોકરન્સી ડોઝકોઈનની કિંમતમાં ઈરાદાપૂર્વક વધારો કરવા માટે ઘણી પ્રમોશનલ યુક્તિઓ અપનાવી હતી. આ પછી જ મસ્કએ તેના માલિકીના પ્લેટફોર્મનો લોગો ડોજના ચિત્ર સાથે બદલ્યો. જોકે, ટ્વિટરના મોબાઈલ યુઝર્સ અત્યારે આ ફેરફાર જોઈ રહ્યા નથી.
મસ્કના આ પગલા બાદ ડોઝકોઈનની કિંમતમાં લગભગ 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એલન મસ્કે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. આ ઉપરાંત, તેણે તેમની વાતચીતનો જૂનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં એક યુઝર્સ તેને ટ્વિટર ખરીદવા અને તેના બ્લુ બર્ડ લોગોને ડોઝ સાથે બદલવા માટે કહી રહ્યો છે. મસ્કે આ ટ્વિટમાં લખ્યું- `જેમ મેં વચન આપ્યું હતું.`