રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ સંઘર્ષના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનાં વાદળો ઘેરાઈ રહ્યાં હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત
રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ સંઘર્ષના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનાં વાદળો ઘેરાઈ રહ્યાં હોવાની પરિસ્થિતિ ઊભી થઈ છે એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું.
મધ્ય પ્રદેશના મહાકોસલમાં સંઘની મહિલા કાર્યકર ડૉ. ઊર્મિલા જામદારની સ્મૃતિમાં આયોજિત પ્રવચનમાં બોલતાં ભાગવતે કહ્યું હતું કે ‘આપણે સૌ ત્રીજા વિશ્વયુદ્ધના ઓછાયામાં પ્રવેશી ગયા છીએ. હવે ચર્ચા એ થઈ રહી છે કે એ ગાઝાથી શરૂ થશે કે યુક્રેનથી શરૂ થશે. વિજ્ઞાને પ્રગતિ કરી છે પણ એનાં ફળ દેશમાં કે વિદેશમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચ્યાં નથી, પરંતુ સમગ્ર દુનિયાનો નાશ કરી શકે એવાં શસ્ત્રો દરેક જગ્યાએ પહોંચી ગયાં છે. કેટલાક રોગની દવા ગામડાંમાં મળતી નથી પણ દેશી કટ્ટા (રિવૉલ્વર) ત્યાં ઉપલબ્ધ છે.’