રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ બુધવારે તેમના પિતા અને પાર્ટીના દિગ્ગજ નેતા શરદ પવારની ઉંમરને લઈને ટીકા કરવા બદ્દલ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર પર પ્રહાર કર્યો હતો. સુળેએ કહ્યું. `અમારો અનાદર કરો, પરંતુ અમારા પિતા (શરદ પવાર)નો નહીં. આ લડાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે છે. ભાજપ દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે,”