૧૩ મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં ૧૪ લોકોના મોત થયા હતા અને ૭૪ લોકો ઘાયલ થયા હતા. NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પીડિતોના નજીકના સંબંધીઓને ૫ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ દુ:ખદ ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. એકનાથ શિંદેએ ચેતવણી આપી છે કે જે પણ આ ઘટના માટે જવાબદાર હશે તેની સામે "દોષપૂર્ણ હત્યા"નો કેસ નોંધવામાં આવશે.