અટલ સેતુ બ્રિજ પર રેમ્પ 3 (સર્વિસ એપ્રોચ રોડ) પર સમારકામનું કામ ચાલી રહ્યું છે. ગઈકાલે મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ દાવો કર્યો હતો કે, અટલ સેતુમાં તિરાડો છે અને પુલનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, એમએમઆરડીએએ આ આરોપને નકારી કાઢ્યો છે અને દાવો કર્યો છે કે તિરાડો વાસ્તવિક પુલ પર નથી, પરંતુ નવી મુંબઈના ઉલવેના એપ્રોચ રોડ પર છે.