પુણે બળાત્કારના આરોપી દત્તાત્રય રામદાસ ગાડેની આખરે પુણે જિલ્લાના શિરુર તાલુકામાંથી ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય મહિલા પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સવારે 5:45 થી 6:30 વાગ્યાની વચ્ચે થયો હતો.