મુંબઈ મહાનગર પાલિકાના અહેવાલ મુજબ શહેરમાં આઠ જુલાઈના રોજ સવારે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના છ કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે, મુંબઈ શહેરના અનેક ભાગમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 7 અને 8 જુલાઈના રોજ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પાડવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે મધ્ય રેલવે દ્વારા કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી. BMCએ ખાતરી આપી છે કે તેના તમામ વિભાગો પરિસ્થિતિનું સંચાલન કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. આ સાથે લોકોને પણ અફવાઓ ન ફેલાવવા અને તેના પર વિશ્વાસ ન કરવાની વિનંતી કરી.