ઘાટકોપર (વેસ્ટ)ની રાજાવાડી કોલોનીમાં ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. કેટલાક રહેવાસીઓ બિલ્ડીંગમાં ફસાયા હતા. ઘાટકોપર ઈમારત ધરાશાયી થવાને કારણે કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરતા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે તરત પહોંચી ગયા હતા. અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આવી જ એક ઘટનામાં, ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક રેસ્ટોરન્ટની છત તૂટી પડતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.