એનસીપીના નેતા (અજિત પવાર જૂથ) પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, "2022માં એકનાથ શિંદે 40 ધારાસભ્યોને સુરત અને ગુવાહાટી લઈ ગયા હતા ત્યારે મહા વિકાસ અઘાડી (MVA) તૂટી જશે તે સ્પષ્ટ હતું." તેમણે એનસીપીના વડા શરદ પવાર પ્રત્યે તેમની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "તે અમારા માર્ગદર્શક અને ગુરુ છે. અમે હંમેશા તેમને અને તેમના પદને માન આપીશું. તેઓ આપણા બધા માટે પિતા સમાન છે. 2022માં જ્યારે એકનાથ શિંદે 40 ધારાસભ્યોને સુરત અને ગુવાહાટી લઈ ગયા હતા ત્યારે ખાતરી હતી કે MVA સરકાર તૂટી જશે. પરિણામે NCPના 51 ધારાસભ્યો હતા જેમને તે સમયે સ્પષ્ટપણે લાગ્યું હતું કે આપણે સરકારનો હિસ્સો થઈએ. જો અમે શિવસેના સાથે ગયા હોઈએ તો ચોક્કસ અમે ભાજપ સાથે પણ જઈ શકીએ છીએ. અમે તેમની તસ્વીરનો ઉપયોગ અનાદર કરવા માટે નથી કરી રહ્યા પરંતુ અમે તેમના પ્રત્યે અમારી આદર દર્શાવી રહ્યા છીએ.”