મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીના સંકટ વચ્ચે, શરદ પવાર અને અજિત પવાર વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા, અજિત પવારે શરદ પર શાબ્દિક હુમલો કર્યો હતો તેમાં અજિત પવારે ૮૩વર્ષ હોવા છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ હોવા વિષે તેમના કાકા શરદ પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેના જવાબમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે 5 જુલાઈએ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનની ટિપ્પણી પર હુમલો કર્યો અને કહ્યું કે હું "હજુ પણ અસરકારક છું, પછી ભલે મારી ઉંમર 82 હોય કે પછી 92."