ઘાટકોપરમાં ભારતની સૌથી ભવ્ય દહીં-હાંડી થઈ હતી. જ્યાં બોલિવૂડના સ્ટાર્સ કેન્દ્રસ્થાને હતા. શક્તિ કપૂર, જીતેન્દ્ર અને પદ્મિની કોલ્હાપુર, રિતુ શિવપુરી અને જાણીતા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસની હાજરી રહી હતી. રાજકારણીઓ આશિષ શેલાર, રામદાસ આઠવલે, દેવેન્દ્ર ફડણવીસ અને કિરીટ સોમૈયાએ સ્ટેજ પર દહી-હાંડી ફોડીને ઉત્સાહમાં વધારો કર્યો હતો.