પ્રતીક ગાંધી, ભામિની ગાંધી અને દર્શન જરીવાલાએ 19મી ઑક્ટોબર, ગુરુવારે, મિડ-ડે ઑફિસમાં ગુજરાતી મિડ-ડે ઍપ લૉન્ચ કરી. પ્રતીક ગાંધીએ પોતાના નાટકની જાહેરાત જ્યારે મિડ-ડેમાં આવતી ત્યારે કેવો આનંદ રહેતો એ વિષે જણાવ્યું હતું. જ્યારે ભામિની ગાંધીએ કઈ રીતે મિડ-ડેએ નવા યુવા વાચકોને સમાચાર જગત સાથે જોડ્યા છે તે બદલ જણાવ્યું હતું. આવો, જાણો પ્રતીક ગાંધી માટે લિચી-કેરીની સાથે મિડ-ડેનું શું છે મહત્વ?